Skip to main content

Posts

How do our beliefs build? | Yagnesh Suthar| Yags3world

Hello everyone, I hope you are doing well! And I would really like to share the answer to this question with logical interpretation and my own opinions together. So, without any delay, let's understand this!  To understand this question completely, we first need to understand one example to know the purpose of big companies for providing their services to you. We need to understand the 'why' behind every service they provide for free! So, let's understand this question by asking some questions for all the services that we use from Google (for free!) First of all, I would like to ask you one single question! Do you know the name 'Google'!!!? If your answer is 'Yes', I would like to say that you don't know so many things about Google! And, I can prove my opinion by asking you a few more questions! • Why does Google provide you 'sign in with Google' for free of cost? - your answer could be: "to make our sign in process easier". • Why d...

...મને નાં કીધું??? | The parameter responsible for destroyed relationships! | Yagnesh Suthar

20 વર્ષની મિત્રતા હતી રાજ અને કીર્તનની.  બંને એટલા ગાઢ મિત્ર કે કોઈ પણ વાત નાનામાં નાની હોય કે ગમે તેટલી મોટી, બંને પોતાની વાત એક બીજાને શેર કરતા.  સંસારમાં એક નિયમ બહુ અઘરો છે જે દરેકને સમજવાનો છે: સબંધનો નિયમ!  જ્યારે તમારો સબંધ કોઈની સાથે બંધાઈ જાય પછી એ સબંધોમાં આશાઓ અને અપેક્ષાઓ ખુબ વધી જતી હોય છે. અને આ વાત દુનિયાના દરેક માણસ માટે લાગુ પડે છે કે, "જીવનમાં જયારે પણ કોઈ સબંધ બનાવો તો ક્યારેય મગજ નાં વાપરશો" કારણકે, સબંધ હમેશા હ્રદયથી બંધાય છે. તમે જયારે પણ કોઈ વ્યક્તિ સાથે થોડો સમય વિતાવો ત્યારે તમને તેના પ્રત્યે એક લાગણી થઇ જવી સ્વાભાવિક છે અને તે વ્યક્તિ સાથે લાગણી હોવાને કારણે સબંધ બને છે અર્થાત, લાગણીનો સબંધ હ્રદયથી બને છે. તો એજ સબંધોમાં મગજ શું કામ વાપરો છો? આશા કે અપેક્ષાઓ મગજનાં (મનનાં) વિષયો છે. હ્રદય હમેશા બિનશરતી વર્તે છે અને મન હમેશા શરતી! તમે તમારા મનને ટ્રેનીંગ આપી શકો છો કે તે પણ બિનશરતી રીતે વર્તે. પણ આપણા અહંકારને કારણે આપણું મન હંમેશાથી શરતી રીતે વર્તે છે. અને ઇત્તેફાકથી આપણે ફક્ત આપણા મનનું જ માનીએ છિએ હ્રદયનું નહિ! જયારે હકીકત એવી છે કે, આપણું મન આ...

સંગતી એ સંપત્તિ | Companionship is an asset | Yags3world | Yagnesh Suthar

આજે ઘણા દિવસો પછી જ્યારે હું નવરો બેઠો હતો ત્યારે મને એમ થયું કે મારી સાચી સંપત્તિ કઈ? આજકાલનાં જુવાનીયાઓ (15 વર્ષની ઉંમરનાં છોકરાવ) જ્યારે ભણવા માટે સ્કુલમાં જાય છે ત્યારે તેમને ઘણા મિત્રો બનતા હોય છે. દરેક વ્યક્તિ માટે તેની દુનિયા તેના વિચારોથી બનતી હોય છે. થોડા દિવસ પહલા હું “બ્રહ્મસૂત્ર” નામની પુસ્તક વાંચતો હતો ત્યારે મને એમાં જાણવા મળ્યું હતું કે આપણી દેખીતી દુનિયા આપણી કલ્પનાશક્તિથી રચાતી હોય છે અને એ દુનિયાને નિહાળીને આપણે વિચારો કરીએ તો આપણી વિચારધારા પણ તે દુનિયા સુધીજ સીમિત હોય છે.  (તમારે વાંચવી હોય તો આ રહી તેની કોપી: Brahma Sutra ) ઉદાહરણ તરીકે, એક સુથાર જયારે કોઈ રેસ્ટોરન્ટમાં જાય ત્યારે ત્યાનું ફર્નીચર જોતો હોય છે, એક આર્કિટેકટ જયારે જાય ત્યારે ત્યાની ડિઝાઇન જોતો હોય છે, એક IT એન્જીનીયર જાય ત્યારે ત્યાનું ઓટોમેશન જોતો હોય છે. આમ દરેક વ્યક્તિની દુનિયા અલગ-અલગ રીતે નિહાળવામાં આવે છે. એજ રીતે, જુવાનીયાઓને સ્કુલમાં મળતા દરેક મિત્રો તેમના ઘરની પરિસ્થિતિ, ઘરનું વાતાવરણ વગેરેને કારણે અલગ-અલગ પ્રકારની વિચારધારા ધરાવતા હોય છે. તેનું કારણ એ છે કે ઘણા ઘરોમાં ભજન-ભક્તિને મહત્વતા...

..શું તમને પણ આવું અનુભવાય છે? | Solution to all your problems | The knowledge of Truth | The knowledge of absolute

એક દિવસ યશ કામ પરથી થાકેલો ઘરે આવ્યો! એટલો બધો થાકી ગયો હતો કે એક પછી એક વિચારો ચાલતા હતા કે, “શું આ જ જિંદગી છે? રોજ સવારે ઊઠવાનું, પરવારવાનું અને નોકરી પર જઈને લોકો માટેની જવાબદારીઓ પૂરી કરીને સાંજે પાછું ઘરે આવી ખાઈ-પી ને સુઈ જવાનું?”, “હું મહીને લાખો રૂપિયા કમાઉ છું પણ મને મનની શાંતિ નથી મળતી! રોજ સુવા જાઉં છું ત્યારે બીજા દિવસની ચિંતા સતાવતી હોય છે”, “કાશ, આ બધી ખોટી લોકોની જવાબદારીઓ નાં હોત અને હું કોઈ એકાંત વાળી જગ્યાએ રહેતો હોત! જ્યાં બસ હું જ હોત! બીજું કોઈજ નાં હોત! મને કોઈ જજ કરનારું નહિ, કોઈ જવાબદારી નહિ, બસ એક નાનું ઘર, એક નદી & નદીમાં લહેરતું પાણી, પક્ષીઓનો કલરવ અને પ્રકૃતિ બસ!”  તમારા જીવનમાં પણ નાના મોટા પ્રોબ્લેમ રહેતા હશે જેમાં તમે ઘણી વખત જિંદગીથી નાસીપાસ થઇ જતા હશો. કારણ કોઈ પણ હોય શકે છે જેમકે, “રીલેશનનું કારણ, ધંધાનું કારણ, નોકરીનું કારણ, માં-બાપનું કારણ, પરિવારનું કારણ, પોતામાં ભરોસો નાં હોવાનું કારણ, ડરનું કારણ અથવા કોઈપણ કારણ વગર જ!” અને આ ડીપ્રેસનની નિશાની છે. આવા નકારાત્મક વિચારો તમને અંદરથી એટલી હદે તોડી પાડે છે કે તમે દુઃખી ગાયનો સાંભળવાનું પસંદ કરો...

The Survey! - A simple story to understand misunderstanding in love and relationships.

Everyone is intelligent but the problem is they think that only they're the superior than the rest! - Yagnesh  Everyone has their own way of interpreting the world around them. Some people prioritize relationships, whereas some people prioritize something else and so on! And, interesting fact is that everyone has their own philosophy to explain their interpretation logically and accurately! If you spend three days with a puppy, you will definitely fall in love with the puppy! - Hemantsinh Rao  There are many ways to convince people by winning their trust in many ways but I always choose 'straightforwardness' because, it helps me save my time & instantly reveals the value of a decision. - Yagnesh I want to share a beautiful psychology related story of love that will teach you so many perspectives of life that everyone must understand if they want to have a successful relationship in their life. I don't mean to hurt anyone's feelings by writing this post. I just w...

Live in relationship (Gujarati) | Yagnesh Suthar's Blog

  નોંધ: આ લેખ નીરપક્ષ વિચારધારાથી લખેલો છે અને તેમાં કોઇપણ પ્રકારના શાબ્દિક ફિલ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો નથી! તમારો પ્રતિભાવ આવકાર્ય છે પણ અહી વર્ણવેલ સમાધાન ઘણાં અવલોકનોનું પૃથક્કરણ કરીને લખેલું છે.  આજની જનરેશનને લીવ-ઇન-રિલેશનશિપમાં રહેવાનું બહુ ગમે છે. સાચું કહું તો એમાં કશું ખોટું પણ નથી જો તમે મર્યાદા, એક-બીજાના મંતવ્યોનું માન રાખો & તે વિચારધારાને અંતિમ નિર્ણય સુધી પાલન કરો તો! લીવ-ઇન-રિલેશનશિપમાં રહેવું એ એવું સમજો કે આ એક ફેશન બની ગઈ છે. મેં એક જણાને પૂછ્યું કે એમ રહેવાનું કારણ શું? તો તેણે મને કીધું કે, “ જ્યારે તમેં લગ્ન પહેલા એકબીજા સાથે રહો છો ત્યારે તમને એક-બીજાની વાણી, વર્તન, વ્યવહાર, આદતો (સારી-ખરાબ બંને) બધુજ જાણવા મળે છે. અને જ્યારે તમને લાગે કે મને આ વ્યક્તિ સાથે ફાવશે તો તમે નિર્ણય લઇ શકો છો કે, ‘લગ્ન કરવા જોઈએ કે નહિ?’ - બસ આજ કારણ છે ”. ત્યારે મારા મનમાં એકજ સવાલ હતો જે સવાલ તમને અહી વાંચીને પહેલા તો અજીબ લાગશે પણ તમારે એ સવાલને ત્રીજા-પુરુષ તરીકે સમજવાનો પ્રયત્ન કરવાનો રહેશે, બરોબર?!  તો મેં તેને સવાલ પૂછ્યો કે, “ તો શું લીવ-ઇન-રિલેશનશિપમાં બં...